યાંત્રિક ખેતી


 

"બિલ્ડ-ઓન-ઓપરેટ-ટ્રાન્સફર"-BOOT-(બુટ) એટલેકે "માલિક બનો-સંચાલન કરો-તબદીલ કરો"-આધારિત યાંત્રિક ખેતી માટે નો આ પ્રોજેકટ ૨૦૧૦-૧૧ થી ગુજરાત આદિવાસી વિકાસ વિભાગના ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ડિ.સેગ દ્વારા અમલીકરણ બનાવાયો છે. આ પ્રોજેકટ નો કરાર જોહન ડીયર કંપની અને ડી-સેગ આદીજાતી વિકાસ વિભાગ સાથે થયેલો છે. આ પ્રોજેકટ નું અમલીકરણ ગુજરાત ની ૪ એન.જી.ઓ થકી કરવામાં આવે છે. આ પ્રોજેકટ ની વિભાવના, સંસાધનોના ઉપયોગ અને પાકની ઉત્પાદક્તામાં વધારો કરવા માટે આદિવાસી ખેડૂતોને ખેતી માટેની સંપૂર્ણ યાંત્રિક મશીનરી ઉપલબ્ધ કરવામાં માટે વિચારવામાં આવેલ હતી. આ પ્રોજેકટ અંતર્ગત ૪ આદિજાતી જિલ્લા ના ૫ તાલુકાની અંદર નીચે દર્શાવ્યા પ્રમાણે દર વર્ષે ૧૦,૦૦૦ ખેડૂતોને આવરી લેવા માટે ૮ કૃષિ સાધન સંસાધન કેન્દ્રો (AIRCS) સ્થાપવામાં આવેલ છે.

અનુ.નં.બિન સરકારી સંગઠન (NGO)જિલ્લોતાલુકોકેન્દ્ર
એનાર્ડે ફાઉન્ડેશનવલસાડધરમપુરકરંજવેરી
   ખાંડા
બાયફ (BAIF)સુરતબારડોલીકડોદ
એન.એમ.સદગુરુદાહોદધાનપુરગોહેલવાઘા
   કાકડખીલા
   વાંસીયા ડુગરી
શ્રોફ ફાઉન્ડેશન ટ્રસ્ટછોટાઉદેપુરછોટાઉદેપુરછોટાઉદેપુર
  પાવીજેતપુરપાવીજેતપુર

આ પ્રોજેકટ અંતર્ગત આદિવાસી ખેડૂતો નીચે મુજબ ના સાધન સંરજામ પ્રાપ્ત કરી શકે છે:

  • ગરીબ રેખાથી ઉપર જીવતા – APL – આદિવાસી ખેડૂતોને યાંત્રિક સાધન સામગ્રીઓ બજાર ભાવમાં સબસીડી ૨૫% કાપીને બાકીની રકમ ચૂકવીને જેને માટે અંદાજપત્રીય જોગવાઈ રાજ્ય ભંડોળમાંથી કરાશે.
  • ગરીબીરેખા નીચે જીવતા –BPL- આદિવાસી ખેડૂતો ખેતી માટેની યાંત્રિક સામગ્રી ખરીદવા માટે બજાર ભાવમાં ૫૦% સબસીડી સાથે બાકીની રકમ ચુકવીને મેળવી શકાશે.

ઉપરોકત ૮ કૃષિ સાધન સંસાધન કેન્દ્રો પરથી નીચે પ્રમાણે સાધનો ઉપલબ્ધ કરાયા છે.

અનુ.નં. સાધન એકમ (સંખ્યા)
ટેક્ટર ૫૨
યાંત્રિક હળ ૧૬
કલ્ટીવેટર ૪૮
SCFD ૪૮
ચાસ પાડવાનું મશીન (Post Hole Digger)
થ્રેસર ૪૮
ટ્રેલર ૪૮
રાપર (વાવણી માટેનું મશીન) ૪૮
રોટરી ટીલર ૪૮
૧૦ ડીસ્ક હેરો
૧૧ RAAP (રાંપ) ૪૮
૧૨ ટેરેસર બ્લેડ
૧૩ ડીસ્ક રીઝર
૧૪ લેસર લેવલર (ભૂમિના સપાટીકરણ માટે)

વર્ષ ૨૦૧૧-૧૨, ૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪ ,૨૦૧૪-૧૫, ૨૦૧૫-૧૬ કુલ ૫ વર્ષો દરમિયાન એટલે કે ૩૧મી, જાન્યુઆરી ૨૦૧૬ સુધીમાં આ પ્રોજેક્ટ અંતર્ગત ૫૩,૮૦૦ કરતાં વધુ આદિવાસી ખેડૂતોને લાભ મળ્યો છે. આ યોજનાની પરિસ્થિતિ નીચે મુજબ છે.

યોજનાની સ્થિતિ ૨૦૧૧-૧૨ ૨૦૧૨-૧૩ ૨૦૧૩-૧૪૨૦૧૪-૧૫૨૦૧૫-૧૬
(૧-એપ્રીલ-૧૫ થી
૩૧મી જાન્યુઆરી ૨૦૧૬)
કુલ
આવરી લેવાયેલ લાભાર્થીઓની સંખ્યા ૯,૮૦૭ ૧૪,૪૪૨ ૧૩,૯૧૩૧૦,૬૮૮૫,૦૬૪ ૫૩,૮૯૪
ટ્રેક્ટર વપરાશ (કલાકમાં) ૨૮,૮૫૧ ૩૧,૫૪૪ ૨,૬૧૬૩૧૬,૨૩૭૭,૦૩૩.૧૬ ૧,૦૯,૮૨૮.૨
આવરી લેવાયેલ જમીન (એકરમાં) ૧૦,૪૭૧ ૧૪,૧૨૯ ૧૧,૨૭૨૯,૨૫૫૫,૪૫૦.૯૪ ૫૦,૫૭૭.૯૪
સંબંધિત કડીઓ
News and Events