સંકલિત ડેરી વિકાસ યોજના (IDDP)


સંકલિત ડેરી વિકાસ કાર્યક્રમ આદિવાસી કુટુંબોને ગરીબી રેખાથી બહાર લાવવાનાં હેતૂથી અમલી કરવામાં આવ્યો છે. સંકલિત ડેરી વિકાસ યોજના અંતર્ગત ગુજરાતનાં ૧૪ આદિજાતી જિલ્લાઓને આવરી લેવાયા છે. આ યોજનાની શરૂઆત વર્ષ ૨૦૦૭-૦૮થી કરવામાં આવેલ હતી. આ યોજનાનો હેતુ, આ યોજના સમયગાળો પુરો થાય ત્યા સુધીમાં લાભ લેનાર દરેક લાભાર્થીના પરિવાર માટે ઓછામાં ઓછા ચાર પશુઓનું એકમ ઉભા કરવાનો છે. જેથી ડેરી ઉદ્યોગ તેઓ માટે આર્થિક રીતે પોષણક્ષમ પ્રવૃત્તિ બની રહે.

વર્ષ ૨૦૧૪ પહેલાં દૂધાળા પશુની એક યુનીટની કિંમત રૂ. ૩૯,૪૦૦ નક્કી કરવામાં આવી હતી. જે પૈકી રૂ. ૧૭,૪૦૦ ભારત સરકારની ખાસ કેન્દ્રીય સહાય હેઠળ સબસીડી રાખવામાં આવી હતી. બાકી રહેલા રૂ. ૨૨,૦૦૦ રૂપિયામાં થી ૨૦,૦૦૦ની લોન આપવામાં આવતી અને બાકીના ૨,૦૦૦ રૂપિયા લાભાર્થી ફાળો હતો. પરંતુ સમય જતા દૂધાળા પશુઓની કિંમત વધતાં એક યુનીટની કીમ્મતમાં વધારો કરી રૂ.૫૪,૪૦૦ નક્કી કરવામાં આવી. જે પૈકી રૂ. ૧૭,૪૦૦ ભારત સરકારની ખાસ કેન્દ્રીય સહાય હેઠળની સબસીડી, રૂ. ૧૫,૦૦૦ ગુજરાત સરકારની સહાય તથા રૂ. ૨૦,૦૦૦ ની લોન ગુજરાત આદિવાસી વિકાસ નિગમ (GTDC) દ્વારા ઉપલબ્ધ કરાવાય છે અને રૂ. ૨,૦૦૦ લાભાર્થી ફાળો એમ નક્કી થયું.

યોજનાની આ દરમિયાનગીરીથી હવે ડેરી પ્રવૃત્તિ આદિવાસી પરિવારો માટે મુખ્ય વ્યવસાય બની રહેલ છે. આ ડેરી પ્રવૃત્તિઓથી આદિવાસી પરિવાર દર મહિનાની આવક સરેરાસ રૂ. ૩,૫૦૦ થી ૪,૦૦૦ થઇ છે. સંકલિત ડેરી વિકાસ યોજના માત્ર લાભાર્થી પરિવારોને જ સહાય કરે છે એવું નથી, પરંતુ તે સમગ્ર વિસ્તારમાં સમૃદ્ધિનું નિર્માણ કરે છે. એક અભ્યાસમાં એવું જણાઈ આવ્યું છે કે કડાણા અને સંતરામપુર તાલુકાઓમાં આ પ્રાયોજનાના અમલ પછી દૂધના ઉત્પાદનમાં ૩૫% થી ૪૦% વધારો થયો છે. યોજના અંતર્ગત વિસ્તારમાં સુધારેલ ડેરી માળખાકીય સુવિધા સમગ્ર સમૃદ્ધિ માટે પ્રેરક પરિબળ બની રહે છે. લાભાર્થી માટે મંજૂર કરવાની સરળ પ્રક્રિયાને કારણે લોનની પરત ચૂકવણી ૯૦% કરતા પણ વધુ રહી છે.

ડેરી ઉદ્યોગને વધારે સફળ બનાવવા માટે કેટલીક પૂરક યોજનાઓ શરૂ કરી તેને IDDP સાથે જોડવામાં આવેલ છે. જેમાં સંકલિત પશુ ધન વિકાસ યોજના (કુત્રિમ બીજદાન માટે) તથા વાછરડી ઉછેર યોજના શરૂ કરવામાં આવેલ છે.

આમ, સંકલિત ડેરી વિકાસ યોજના રાજ્યના ગરીબ આદિવાસી પરિવારોને મજબૂત "દૂધ સહકારી માળખાનો" લાભ પહોંચડાવામાં સહાયક બને છે અને તેનાથી એક તરફ તેમને ગરીબાઈની નાગચૂડમાંથી બચવામાં અને બીજી તરફ ડેરીના માળખાને વધુ સુદૃઢ અને સહાયક બનાવવામાં મદદરૂપ થાય છે.

અમલીકરણના ક્ષેત્રો

 • બનાસકાંઠા (દાંતા, અમીરગઢ)
 • સાબરકાંઠા (ખેડબ્રહ્મા, વિજનગર, પોશીના)
 • પંચમહાલ (ઘોઘંબા)
 • દાહોદ (દેવગઢબારિયા, ઝાલોદ, દાહોદ, ફતેપુરા, લીમખેડા, ધાનપુર, ગરબાડા)
 • નર્મદા (ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા)
 • ભરૂચ (વાલિયા, ઘડિયા, નેત્રાંગ)
 • સુરત (માંડવી, મહુવા, ઉમરપાડા, માંગરોળ, બારડોલી)
 • તાપી (વાલોડ, વ્યારા, ઉચ્છલ, નિંઝર, સોનગઢ)
 • નવસારી (વાંસદા, ચીખલી)
 • વલસાડ (કપરાડા, ધરમપુર, ઉમરગામ, પારડી)
 • ડાંગ (આહવા, સુબિર, વઘાઈ)
 • અરવલ્લી (ભિલોડા, મેઘરજ, મોડાસા)
 • મહીસાગર (સંતરામપુર, કડાણા)
 

અમલીકરણ સંસ્થાઓ

 • વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • સાબરકાઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • બનાસકાઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ

આ પ્રાયોજનામાં એકમદીઠ ખર્ચ લાભાર્થીદીઠ રૂ. ૫૪,૪૦૦/- છે. જેની વિગતો નીચે પ્રમાણે છે:

ક્રમ કમ્પોનન્ટ યુનીટ દીઠ કિંમત લોન ભારત સરકારની સબસીડી રાજ્ય સરકારની સહાયલાભાર્થી ફાળો
દુધાળા પશુ ૪૪,૪૦૦ ૨૦,૦૦૦ ૧૦,૦૦૦૧૨,૪૦૦૨,૦૦૦
પશુ વિમો ૨,૦૦૦   ૨,૦૦૦  
પશુ ટ્રાંસ્પોર્ટેશન ખર્ચ ૧,૦૦૦   ૧,૦૦૦  
વાસણની કીટ ૧,૦૦૦   ૧,૦૦૦  
પશુ ખાણ-દાણ ૧,૮૦૦   ૧,૮૦૦  
પશુ સારવાર ૧,૨૦૦   ૧,૨૦૦  
તાલીમ ૪૦૦   ૪૦૦  
વહીવટી ખર્ચ યુનિટ કોસ્ટનાં ૫%    ૨,૬૦૦ 
  કુલ કિંમત ૫૧,૮૦૦ ૨૦,૦૦૦૧૭,૪૦૦૧૫,૦૦૦૨,૦૦૦
  કુલ યુનિટ કોસ્ટ ૫૧,૮૦૦ + ૨,૬૦૦ = ૫૪,૪૦૦/-
 
સંકલિત ડેરી વિકાસ યોજના
1 of સંકલિત ડેરી વિકાસ યોજના
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events