FAQs


  • જે તે સંબધિત પ્રોજેક્ટોનું અમલીકરણ સંબધિત પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરી ખાતેથી કરવામાં આવે છે જેથી જે તે યોજનાઓનો લાભ મેળવવા સંબંધિત જિલ્લાના પ્રાયોજના વહિવટદારશ્રીની કચેરીનો સંપર્ક કરવો.
  • યોજનાઓનો લાભ લેવામાં આધાર/પુરાવા માટેની વિગતો ડિ-સેગની વેબસાઇટમાં પ્રોજેક્ટના ટુંકી વિગતોમાંથી મેળવી શકે છે.
  • ડિ-સેગ દ્રારા જે તે કામગીરીની મુજબ પ્રોજેક્ટના અમલીકરણ માટે સંબંધિત યોગ્ય એજન્સી પસંદગી માટે ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે તે પ્રધ્ધતિમુજબ એજન્સી પસંદગી કરી પ્રોજેક્ટ અમલ થાય છે જે માટે અત્રેથી વર્તમાન સમાચારપત્રમાં જાહેરાત પ્રસિધ્ધ કરવામા આવે છે તથા ડિ-સેગની વેબસાઇટ પર પણ તે અંગેની નોટીસ મુકવામાં આવે છે.
  • સ્કીલ તાલિમ માટેના તાલિમ કેન્દ્ર માટે જે-તે સંબધિત પ્રાયોજના વહિવટદારશ્રીઓની કચેરી ખાતેથી તાલિમ કેન્દ્રની માહિતી ઉપલબ્ધ હોય છે.
  • ડેરી સંકલિત વિકાસ કાર્યક્રમ માટે લાભ લેવા માટે જે તે પ્રાયોજના વિસ્તારમાં દુધ મંડળી પાસેથી અરજી મેળવી શકાય છે.
  • વોકેશનલ ટ્રેનિંગ સેન્ટરોની માહિતી ડિ-સેગની વેબસાઇટ પર મુકેલ છે.
  • કૃષિ વૈવિધ્યકરણ પ્રોજેક્ટ અંતર્ગત ખાતર, સુધરેલા બિયારણ (કારેલા, રીંગણ, દુધી,ભીંડા, ટમેટા વગેરે) અને સાથે ખેતીને લગતી તાલિમ પણ આપવામાં આવે છે.
Also in this Section
News and Events