પરિચય


વનબંધુ કલ્યાણ યોજના (મુખ્યમંત્રીના દસ મુદ્દાનો કાર્યક્રમ) નો મુખ્ય ધ્યેય આદિજાતિના લોકોનો સંકલિત વિકાસ થાય તે હેતુસર સંકલિત આદિજાતિ વિકાસ પ્રાયોજના વિસ્તારમાં સામાજીક અને નાગરિક માળખાગતની સાથોસાથ ઉચ્ચ ગુણવતા યુક્ત રોજગારીનુ નિર્માણ કરવાની તકો ઉભી કરવી તેમજ સહભાગીદારી દ્રારા આદિજાતિ વિસ્તારમાં આદિજાતિ લોકોની આવક બમણી કરવી. ગુણવત્તાયુક્ત આરોગ્ય, સૌના માટે ઘર અને વિજળીકરણ, શુદ્ધ પીવાનું પાણી સુનિચ્ચિત કરવું, સિંચાઇ અને બારમાસી રસ્તાઓ અને શહેરી વિકાસ સગવડતા પુરી પાડવી.
વનબંધુ કલ્યાણ યોજનના અસરકારક અમલીકરણ માટે તેમજ તેના ઉદેશ પરિપુર્ણ કરવા માટે ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાતની રચના આદિજાતિ વિકાસ વિભાગના વહિવટી નિંયત્રણ હેઠળ કરવામાં આવેલ છે.

સંબંધિત કડીઓ
News and Events