કૃષિ વૈવિધ્યકરણ યોજના


કૃષિ વૈવિધ્યકરણ યોજના આદીજાતિ વિસ્તાર ના લોકો માટે અમલમાં મુકવામાં આવેલ છે, જેથી આદિજાતિ વિસ્તારના આદિજાતિ લોકોને કૃષિ થકી વધુ આવક મેળવતા થઇ શકે. આ પ્રોજેક્ટની અંતર્ગત સારી ગુણવત્તાના બિયારણ તથા ખાતરની કીટનું વિતરણ અને ખેતીને લગતી જરૂરી તાલીમ આપવમાં આવે છે.

આદીજાતિ વિસ્તાર ના ખેડૂત લાભાર્થીને નીચે મુજબની કીટ મળવાપાત્ર થાય છે.

 
અમલીકરણ વર્ષ બીયારણ નું નામ ખાતર કુલ લાભાર્થી
વર્ષ ૨૦૧૨-૧૩ મકાઇ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી યુરીયા, ડીએપી, એમ.ઓ.પી ૨,૧૦,૦૦૦
વર્ષ ૨૦૧૩-૧૪ મકાઇ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી યુરીયા, ડીએપી, એમ.ઓ.પી૨,૨૩,૦૦૦
વર્ષ ૨૦૧૪-૧૫ મકાઇ, રીંગણ, ટામેટા, ભીંડા, કારેલા, દુધી યુરીયા, ડીએપી, એમ.ઓ.પી૧,૩૬,૪૮૭
 

યોજનાનુ અમલીકરણ

  • તમામ આદિજાતિ જીલ્લાઓમાં અમલીકરણ એજન્સી (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) દ્વારા પ્રાયોજના કચેરીના પરામર્શ મા રહી યોજનાનુ અમલીકરણ કરવામાં આવે છે.
  • આદિજાતિ વિસ્તારમાં ગરીબી રેખા નીચે જીવતા તથા ફોરેસ્ટ રાઇટ એક્ટ ધરાવતા આદિજાતી ખેડૂતો પૈકી ભેદભાવ રહિત લાભાર્થીની પસંદગી પ્રક્રિયા તથા કીટ વિતરણ કરવામાં આવે છે
  • લાભાર્થી ફાળો : રૂ.૫૦૦ /- રોકડા લેવામાં આવે છે.
  • અમલીકરણ એજન્સી દ્વારા લાભાર્થીઓને બીયારણ કીટ થકી મહત્તમ ઉત્પાદન મેળવવા તાલીમ દ્વારા ખેતી અંગેનુ માર્ગદર્શન પુરુ પાડવામાં આવે છે, જરૂરી માર્ગદર્શક પુસ્તિકાઓ પણ આપવામા આવે છે.
  • અમલીકરણ એજન્સીઓ (એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર) ની પસંદગી ઇ-ટેન્ડરીંગ પધ્ધતી થી કરવામાં આવે છે.
  • યોજનાને અમલીકરણ કક્ષાએ એક સાથે મોનિટરીંગ તથા ત્રુતિય પક્ષ દ્વારા આહેવાલ મેળવી મુલ્યાંકન કરવામાં આવે છે.
  • બિયારણની ઉપજ ચકાસણી ક્રુષિ યુનિવર્સીટી મારફત કરાવ્યા બાદ જ જે તે એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડરને ચુકચણુ કરવામાં આવે છે.
 

અમલીકરણ ભાગીદારો

  • એગ્રીકલ્ચર સર્વિસ પ્રોવાઇડર
  • ફર્ટીલાઇઝર કંપની
  • એગ્રીકલ્ચર યુનિવર્સીટી
Agriculture Diversification Project
1 of Agriculture Project
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events