યોજનાનો ઉદ્દેશ / હેતુ | વેલાવાળા પાકો માટે 10 ગુંઠા જમીનમાં પાકા મંડપ તૈયાર કરવા જરુરી સાધન સામગ્રીની ખરીદી માટે નાણાંકીય સહાય પુરી પાડવી |
પાત્રતાના ધોરણો | ખેતી ધરાવતા ખાતેદાર ખેડુત, વન અધિકાર અધિનિયમ ધારા હેઠળ જમીન ખેડાણના અધિકાર પત્રો ધરાવતા ખેડુતો, મહિલા ખેડુત ખાતેદાર અને આદિમ જુથના ખાતેદાર. |
યોજના અંતર્ગત મળતી સહાય | વેલાવાળા પાકો માટે 10 ગુંઠા જમીનમાં પાકા મંડપ તૈયાર કરવા જરુરી સાધન સામગ્રીની ખરીદી માટે DBT દ્વારા રૂ.૧૪,૫૬૦/-ની નાણાંકીય સહાય. |
અરજીની પ્રક્રિયા | ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in) |
અમલીકરણ કરતી કચેરી | રાજ્ય કક્ષાએ ડી-સેગ તથા ૧૪ આદિજાતિ જીલ્લા કક્ષાએ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરી |
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા | આધાર કાર્ડ, રેશન કાર્ડ,જાતિનો દાખલો, બી.પી.એલ સ્કોરનો દાખલો, જમીનના આધાર પુરાવા, બેંક પાસબુક |