વાછરડી ઉછેર યોજના (એચ.આર.પી)


ઉંચી ઓલાદના દુધાળા પશુઓની ઉત્પતિ કરવા તથા દુધ ઉત્પાદનશક્તિ વધારવાના હેતુથી વાછરડી ઉછેર યોજના અમલીકરણ કરવામાં આવેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ પશુપાલકોને વ્યાજબી ભાવે સારી ઓલાદનાં પશુઓ મળી રહે, વાછરડાઓનાં મ્રુત્યુદરમાં ઘટાડો કરવો, અમલીકરણ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે વાછરડા ઉછેર કરવો, પ્રથમ વાછરડાનાં જન્મનો આવશ્યક સમયગાળો ધટાડવો, પશુઓની દુધ ઉત્પાદનશક્તિની અવધિ વધારવી, આદિજાતિ મહિલાઓને માદા પશુઓની સારસંભાળ માટે તાલીમ આપવી વગેરે છે. સહકારી દુધ મંડળીઓએ સુચવ્યું કે આ યોજના અંતર્ગત વાછરડા ઉછેર કરવા એ એક નવી પ્રવ્રુતિ તરીકે રજુ કરી શકાય.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ પશુ સંવર્ધન, સારસંભાળ, ખોરાક તેમજ વ્યવસ્થાપન જેવી સેવાઓ પ્રદાન કરી દુધાળા પશુઓની દુધ ઉત્પાદનશક્તિ વધારવાનો છે. સહકારી દુધ મંડળીઓ દ્વારા ઉચ્ચ ગુણવત્તાવાળું વીર્ય પુંરું પાડવામાં આવે છે, પરંતુ અપુરતો ધાસચારો તથા વ્યવસ્થાપન સેવાઓને લીધે પશુઓ સંપુર્ણ રીતે તે વીર્ય વાપરવા માટે સક્ષમ બની શકતા નથી. પરિણામે, ઉચ્ચ ઓલાદ‌નાં (વર્ણસંકર) દુધાળા પશુઓ ઉછેરવા તેમજ ઉત્તમ ખોરાક અને વ્યવસ્થાપન સેવાઓ પુરી પાડવા માટે વાછરડી ઉછેર યોજનાની રચના કરવામાં આવી છે.

હેતુઓ:

 • પશુપાલકોનાં ધર આંગણે ઉંચી ઓલાદના દુધાળા પશુઓની ઉત્પતિ કરવી તેમજ દુધ ઉત્પાદનશક્તિ વધારવી.
 • પશુપાલકોને વ્યાજબી ભાવે સારી ઓલાદનાં પશુઓની ફેરબદલી કરી આપવી.
 • વાછરડાઓનાં મ્રુત્યુદરમાં ઘટાડો કરવો.
 • અમલીકરણ સંસ્થા દ્વારા વૈજ્ઞાનિક ઢબે વાછરડા ઉછેર કરવાં.
 • પ્રથમ વાછરડાનાં જન્મનો આવશ્યક સમયગાળો ઘટાડવો .
 • પશુઓની દુધ ઉત્પાદન શક્તિની અવધિ વધારવી.
 • આદિજાતિ મહિલાઓને વાછરડી ઉછેર યોજના દ્વારા માદાપશુઓની સારસંભાળ માટે તાલીમ આપવી.
 

વાછરડી ઉછેર પ્રક્રિયા:

 • આ યોજના હેઠળ અગાઉના પત્રકમાં નોધેલ માંદા વાછરડાઓ ત્રણ મહીના પછી ફરીથી પત્રકમાં નોધાવી શકે છે.
 • ક્રુમિનાશક રશીકરણ, વાછરડાઓનુ પ્રાથમિક આહાર, પશુઓનુ ખાણદાણ, ખનીજ દ્વવ્યો વગેરે સુવિધાઓ ડેરી મારફતે સમયાંતરે પુરી પાડવામાં આવશે.
 • મહિલા લાભાર્થીઓના ઘરઆંગણે દરમહિને જવાબદાર વ્યક્તિ દ્વારા વાછરડાઓની દેખરેખ કરવામા આવશે.
 • જવાબદાર વ્યક્તિ સાથે વાછરડી ઉછેર યોજનાને લગતા જુદાજુદા મુદ્દાઓની વિગતવાર ચર્ચા કરવી.
 • પત્રકમાં માહિતીની નોધ રાખવી.
 • ડેરી સાથે દરમહિને સમીક્ષા બેઠક યોજવી.
 • યોજનાની સ્થિતિનું મુલ્યાંકન કરવુ.
 • અસંતોષકારક વ્રુધ્ધિ જણાય તો પશુ ચિકિત્સકની મુલાકાત લેવી.

વાછરડી ઉછેર યોજનાનો કુલ કોસ્ટ

ક્રમ વિગત યુનિટ કોસ્ટ (રૂ./કિગ્રા) કુલ જરૂરિયાત (કિગ્રા) કુલ ખર્ચ (રૂ.)
પશુ ખાણદાણ ૧૪.૦૦ ૮૪૦ ૧૧,૭૬૦
પશુ પોશક ૧૯.૦૦ ૨૦૦ ૩,૮૦૦
ખનિજ દ્રવ્ય ૭૦ ૨૦ ૧,૪૦૦
ક્રુમિનાશક રશીકરણ (Theilarsis)    ૪૦૦
પશુ વીમો    ૨,૦૦૦
જવાબદાર વ્યક્તિનું મહેનતાણું    ૩૦૦
  કુલ    ૧૯,૬૬૦
 

પ્રોજેક્ટ કોસ્ટ

વાછરડી ઉછેર યોજના : ગ્રાંટ આયોજન

ક્રમ વિગત યુનિટ કોસ્ટ ભારત સરકારની સબ્સિડી લાભાર્થીનો ફાળો
પશુ ખાણદાણ ૧૧,૭૬૦ ૧૧,૭૬૦ -
પશુપાલક ૩,૮૦૦ ૩,૮૦૦ -
ખનિજ દ્રવ્ય ૧,૪૦૦ ૧,૪૦૦ -
ક્રુમિનાશક રશીકરણ (Theilarsis) ૪૦૦ ૪૦૦-
પશુ વીમો ૨,૦૦૦  ૨,૦૦૦
જવાબદાર વ્યક્તિનું મહેનતાણું ૩૦૦ ૩૦૦-
વહીવટી ખર્ચ (૯૮૩) યુનિટ કોસ્ટનાં ૫% ૯૮૩-
  કુલ ૨૦,૬૪૩ ૧૮,૬૪૩૨,૦૦૦
કુલ કિંમત : ૧૭,૬૬૦ (સબ્સિડી) + ૨,૦૦૦ (લાભર્થી ફાળો) + ૯૮૩ (૫% TMC) = ૨૦,૬૪૩
GOI ગ્રાંટ : ૧૭,૬૬૦ + ૯૮૩ = ૧૮,૬૪૩/- રૂ. (એકમ વાછરડી)

વાછરડી ઉછેર યોજનાનું અમલીકરણ પ્રયોજના વિસ્તારોમાં આવેલી ૭ કો.ઓપ. ડેરીઓ દ્વારા ૧૪ આદિજાતિ જિલ્લાઓમાં કરવામાં આવે છે.

 

અમલીકરણના ક્ષેત્રો

 • બનાસકાંઠા (દાંતા, અમીરગઢ)
 • સાબરકાંઠા (ખેડબ્રહ્મા, વિજનગર, પોશીના)
 • પંચમહાલ (ઘોઘંબા)
 • દાહોદ (દેવગઢબારિયા, ઝાલોદ, દાહોદ, ફતેપુરા, લીમખેડા, ધાનપુર, ગરબાડા)
 • નર્મદા (ડેડિયાપાડા, સાગબારા, નાંદોદ, તિલકવાડા)
 • ભરૂચ (વાલિયા, ઘડિયા, નેત્રાંગ)
 • સુરત (માંડવી, મહુવા, ઉમરપાડા, માંગરોળ, બારડોલી)
 • તાપી (વાલોડ, વ્યારા, ઉચ્છલ, નિંઝર, સોનગઢ)
 • નવસારી (વાંસદા, ચીખલી)
 • વલસાડ (કપરાડા, ધરમપુર, ઉમરગામ, પારડી)
 • ડાંગ (આહવા, સુબિર, વઘાઈ)
 • અરવલ્લી (ભિલોડા, મેઘરજ, મોડાસા)
 • મહીસાગર (સંતરામપુર, કડાણા)
 

અમલ કરનાર સંસ્થાઓ

 • વડોદરા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • સાબરકાઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • બનાસકાઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • વલસાડ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
 • ભરૂચ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ. લિ
સંબંધિત લીંક
સંબંધિત કડીઓ
News and Events