યોજનાનો ઉદ્દેશ / હેતુ | • અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જીનીયરીંગ માટે ફાળવેલ અનામત જગ્યાઓ ઘણા વર્ષોથી યોગ્ય માર્ગદર્શન અને કોચીંગના અભાવે ખાલી રહેતી હતી. આ બાબતને ધ્યાને લઈ વર્ષ ૨૦૧૩-૧૪થી અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેડિકલ (નીટ) તથા એન્જીનીયરીંગ (જીઈઈ/ગુજસેટ) નું કોચીંગ આપવું.
• અનુસુચિત જનજાતિના વિદ્યાર્થીઓને મેડિકલ અને એન્જીનીયરીંગ માટે ફાળવેલ તમામ અનામત બેઠકો પર વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટેના પ્રયત્નો કરવા. |
આવક મર્યાદા | વિદ્યાર્થીના કુટુંબની વાર્ષિક આવક રૂ.૪.૫૦ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ. (સરકારશ્રી દ્વારા વખતો વખત આવક મર્યાદામાં થનાર સુધારો લાગુ થશે)
|
પાત્રતાના ધોરણો | • ધોરણ-૧૦ માં ૬૦% કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરેલ આદિજાતી વિદ્યાર્થી.
• ધોરણ-૧૨માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતાં અનુસુચિત જનજાતિના વિદ્યાર્થી. |
યોજના અંતર્ગત મળતી સહાય | આદિજાતિના જિલ્લાઓના અંતરીયાળ વિસ્તારમાં કોચિંગ સેન્ટર શરુ કરી નિષ્ણાંત શિક્ષકો, કોચિંગ મટેરીયલ, ઓડિયો વિઝ્યુઅલ સિસ્ટમ વગેરે વિધાર્થીઓને પુરૂ પાડવામાં આવેલ. |
અરજીની પ્રક્રિયા | ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
|
અમલીકરણ કરતી કચેરી/ સંપર્ક અધિકારી | મુખ્ય કારોબારી અધિકારીશ્રી,
ડેવલોપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત,
ગાંધીનગર
પ્રાયોજના વહીવટદારશ્રી,
પ્રાયોજના વહીવટદારશ્રીની કચેરી, (ટી.એસ.પી.)
તમામ આદિજાતિ જીલ્લા. |
અરજી સમયે રજુ કરવાના થતા પુરાવા | I. અરજદાર વિદ્યાર્થીનો ફોટો
II. અરજદારના આધારકાર્ડનો ફોટો
III.શાળા છોડ્યાનું પ્રમાણપત્ર / બોનો ફાઈટનું પ્રમાણપત્ર
IV. ધોરણ-૧૦ ની માર્કશીટનો ફોટો
V. આવકનો દાખલો
VI. જાતિનું પ્રમાણપત્ર
VII.બેંક ખાતાની પાસબુકનો ફોટો |