ગોપનીયતાની નીતિ


ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત, ગુજરાત સરકાર, ભારતની આ વેબસાઈટની મુલાકાત માટે અને અમારી ગોપનીયતાની નીતિની સમીક્ષા માટે આપનો આભાર.

તમે જ્યારે અમારી વેબસાઈટની મુલાકાતે પધારો છો. ત્યારે તમારું નામ, સરનામુ વગેરે જેવી કોઈ અંગત માહિતી અમે એકત્રિત કરતા નથી. તમે જો ત પ્રકારની માહિતી અમને આપવાનું પસંદ કરો તો. અમે તેનો ઉપયોગ માત્ર માહિતી માટેની તમારી વિનંતી સ્વિકારવા માટે જ કરીએ છીએ.

તમે જ્યારે આ વેબ સાઈટ પરની સળંગ મુલાકાત લેતા એ ત્યારે અલબત્ત અમે કેટલીક ટેક્નિકલ માહિતી જરૂર મેળવવા ઈચ્છીએ છીએ. તમે જ્યારે અમારી વેબસાઈટની મુલાકાતો લો ત્યારે અમે આ ટેક્નિકલ માહિતી કેવી રીતે હસ્તગત કરી એકત્રિત કરીએ છીએ તેની માહિતી નીચેના વિભાગમાં દર્શાવી છે.


એકત્રિત કરાતી અને આપોઆપ જ સંગ્રહિત થઈ જતી માહિતી

જ્યારે તમે બ્રોશિંગ કરો, પાનાનું વાંચન કરો અથવા તમારી વેબસાઈટ પર તે માહિતી ડાઉનલોડ કરો ત્યારે અમે તમારી આ વેબસાઈટ પરની મુલાકાત સંબંધિત કેટલીક ટેક્નિકલ માહિતી આપોઆપ જ એકત્રિત કરીને સંગ્રહિત કરી લેતા હોઈએ છીએ. આ માહિતીની અંદર એ બાબતની ઓળખ આવતી નથી કે તમે કોણ છો? જે માહિતી અમે તમારી આ વેબસાઈટની મુલાકાત સમયે અમે એકત્રિત કરીને સંગ્રહિત કરી લઈએ છીએ તે આ પ્રમાણે છે:

  • તમને સેવા ઉપલબ્ધ કરાવનાર (ઉદાહરણ તરીકે mtnl, net.in વગેરે)નું ઈન્ટરનેટ ક્ષેત્ર અને IP સરનામું (IP સરનામું એટલે તમે જ્યારે કોમ્પ્યુટર પર સર્ફ કરતા હો ત્યારે તમારા કોમ્પ્યુટરને આપોઆપ જ અપાઈ જતો નંબર) જેના ઉપરથી તમે અમારી વેબસાઈટ પર આવ્યા છો.
  • બ્રોશરનો પ્રકાર (જેમ કે, ફાયર ફોક્સ, નેટસ્કેપ, ક્રોમ અથવા ઈન્ટરનેટ એક્ષપ્લોરલ) એ તેની સંચાલન વ્યવસ્થા (જેમકે, વિન્ડોઝ, લાઈનકસ), જેની પરથી તમે અમારી વેબસાઈટનો સંપર્ક કરી રહ્યા છો.
  • તમારી અમારી વેબસાઈટ પરની મુલાકાતનો સમય અને તારીખ.
  • તમે અમારી વેબસાઈટ પરના જે પાના/URLs ની મુલાકાત લીધી તે સામગ્રી.
  • જો તમે અમારી વેબસાઈટ પર અન્ય વેબસાઈટ પરથી પ્રવેશ્યા હો તો તે સંદર્ભિત વેબસાઈટનું સરનામું.

આ તમામ માહિતી અમે તમને વધારે ઉપયોગી કેવીરીતે થઈ શકે તે સંબંધિત અમને જાગૃત કરવાનો ઉપયોગ અર્થે છે. આ માહિતીનું સીધુ અમારી વેટસાઈટની મુલાકાત કરેલા મુલાકાતીઓએ લીધી. તેમજ અમારા મુલાકાતીઓ કેવા પ્રકારની ટેક્નોલોજીનો ઉપયોગ કરી રહ્યા તેનો અમને ખ્યાલ આવે છે. અમે ક્યારેય પણ વ્યક્તિઓ અને તેમની અમારી વેબસાઈટની મુલાકાત સંબંધિત માહિતીની નોંધ રાખતા નથી.

કૂકીઝ

જ્યારે તમે કોઈ વેબસાઈટની મુલાકાત લો છો ત્યારે તમારા કોમ્પ્યુટર/બ્રોશિંગ વ્યવસ્થા તેના પર સોફ્ટવેરના નાના નાના ટુકડા જેને કુકીઝ કહેવામાં આવે છે. ડાઉનલોડ કરીદેતા હોય છે. કેટલીક કૂકીઝ ભવિષ્યમાં તમારા કોમ્પ્યુટરની ઓળખ માટે અંગત માહિતી પણ એકત્રિત કરી લે છે. જો કે અમે તો માત્ર સરળ કૂકીઝ અથવા 'પ્રિ-સેસન' કૂકીઝનો જ ઉપયોગ કરીએ છીએ.

પ્રિ-સેસન કૂકીઝથી ટેક્નિકલ ઉદ્દેશ સિદ્ધ કરી શકાય છે. જેમ કે આ વેબસાઈટ મારફતે સળંગ મુલાકાત ઉપલબ્ધ કરી આપવી. આવી કૂકીઝ ઉપયોગ કરતાઓની અંગત માહિતી એકત્રિત કરતી નથી. તેમજ તમે તમારો ઉપયોગ પતી જતાં જ્યારે વેબસાઈટ છોડી દો છો ત્યારે એકત્રિત માહિતા દૂર થઈ જાય છે. આ કૂકીઝ હંમેશને માટે માહિતી નોંધતી નથી. અને તમારા કોમ્પ્યુટરના હાર્ડડ્રાઈવ પર તે સંગ્રહિત પણ થતી નથી. કૂકીઝનો સંગ્રહ માત્ર મેમરીઝમાં થાય છે. માત્ર સક્રિય બ્રોશર બેઠક વખતે તે ઉપલબ્ધ બને છે. વળી તમે જ્યારે તમારુ બ્રોશર બંધ કરો છો ત્યારે તમે મોકલેલ ઓળખ માહિતી અદૃશ્ય થઈ જાય છે.

અમે કોઈપણ હેતુ માટે અંગત માહિતી એકત્ર કરતા નથી. સિવાય કે ઉદાહરણ તરીકે તમે પૂછેલા પ્રશ્નોનો જવાબ આપવા માટે અથવા તમે પસંદ કરેલ સબસ્ક્રિપ્શન ઉપલબ્ધ કરવા માટે. તમે અમને અંગત માહિતી ઉપલબ્ધ કરવાનું પસંદ કરો. જેમકે, અમારો સંપર્ક કરો, ફોર્મ ભરી, ઈ-મેઈલ સરનામું અને ટપાલનું સરનામું આપીને અને તેને વેબસાઈટ મારફતે રજૂ કરીને, - તો અમે તે માહિતીનો ઉપયોગ તામારા સંદેશાનો પ્રતિભાવ આપવા માટે અને તમને જે માહિતીની જરૂર છે તે તમને મળી રહે તેમાં સહાયભૂત બનવા માટે કરીએ છીએ. આમ, જો તમારો પ્રશ્ન કોઈ અન્ય સરકારી એજન્સી/વિભાગને લગતો હોય અથવા કાયદા દ્વારા આવશ્યક બનતું હોય તો જ અમે, તમે અમને આપેલ માહિતી સંબંધિત સરકારી વિભાગ સમક્ષ રજૂ કરીએ છીએ.

અમારી વેબસાઈટ પર ક્યારેય પણ વાણિજ્યિક બજાર વ્યવસ્થા સંબંધિત વ્યક્તિગત પ્રોફાઈલ કે માહિતી એકત્ર કરવામાં આવતી નથી. આમ જ્યારે તમે કોઈ સ્થાનીય પ્રતિભાવ માટે કોઈ પ્રશ્ન રજૂ કરો અથવા અમારે માટે ટીકા-ટિપ્પણી રજૂ કરો તે માટે તમારે તમારું ઈ-મેઈલ સરનામું આપવું જ પડે. અમે આપને ભલામણ કરીએ છીએ કે મહેરબાની કરીને તેમાં કોઈ પણ અંગત માહિતી આપ લે કરશો જ નહિ. જ્યારે તમે કોઈ વેબસાઈટનો સંપર્ક કરો છો ત્યારે તે વેબસાઈટ તમારા કોમ્પ્યુટર/બ્રોશીંગ સાધન પર સેફ્ટિવેટની નાની નાની ટૂકડાએ ડાઉનલોડ કરે છે. જેને 'કૂકીઝ' તરીકે ઓળખવામાં આવે છે. અમે માત્ર સરળ પ્રકારની હોય તેવી જ અથવા "પ્રિસેસન" કૂકીઝનો ઉપયોગ કરીએ છીએ.

વેબસાઈટની, સલામતી

  • વેબસાઈટની સલામતીના હેતૂથી અને તે સેવા તમામ ઉપયોગકર્તાઓ ઉપલબ્ધ થતી રહે ત સુનિશ્ચિત કરવા માટે સરકારની આ કોમ્પ્યુટર વ્યવસ્થા વાણિજ્યિક સોફ્ટવેર કાર્યક્રમોનો જ ઉપયોગ કરીએ છીએ. જેથી માહિતીમાં ફેરફાર કરવા માટેના બિનઅધિકૃત પ્રાયસને ઓળખી શકાય અથવા સાઈટને નુક્સાન કરવાનું અટકાવી શકાય.
  • અધિકૃત પ્રકારે કાયદાનું પાલ કરવા માટેની તપાસ માટે જરૂરી હોય તે સિવાય વ્યક્તિગત ઉપયોગકર્તાઓની ઓળખ કરવાનો( કોઈ અન્ય પ્રાયસ કરવામાં આવતો નથી. અથવા તેમની વપરાશલક્ષી આદતોની ઓળખ કરવાનો.)
  • માહિતી અપલોડ કરવા સંબંધિત અન-અધિકૃત પ્રયાસો અથવા તેની સેવાઓની માહિતી બદલાઈ જાય તેવા પ્રયાસો પર સંદર્ભ પ્રતિબંધ લાદવામાં આવેલ છે અને ભારતીય માહિતી-પ્રૌદ્યોગિકી (IT) અધિનિયમ હેઠળ તેવી પ્રવૃત્તિ શિક્ષાને પાત્ર બને છે.
સંબંધિત કડીઓ
News and Events