વેલાવાળા શાકભાજી માટે મંડપ બનાવવા સાધન સહાય આપવાની યોજના(મંડપ યોજના‌)

યોજનાનો ઉદ્દેશ / હેતુ વેલાવાળા પાકો માટે 10 ગુંઠા જમીનમાં પાકા મંડપ તૈયાર કરવા જરુરી સાધન સામગ્રીની ખરીદી માટે નાણાંકીય સહાય પુરી પાડવી
પાત્રતાના ધોરણો ખેતી ધરાવતા ખાતેદાર ખેડુત, વન અધિકાર અધિનિયમ ધારા હેઠળ જમીન ખેડાણના અધિકાર પત્રો ધરાવતા ખેડુતો, મહિલા ખેડુત ખાતેદાર અને આદિમ જુથના ખાતેદાર.
યોજના અંતર્ગત મળતી સહાય વેલાવાળા પાકો માટે 10 ગુંઠા જમીનમાં પાકા મંડપ તૈયાર કરવા જરુરી સાધન સામગ્રીની ખરીદી માટે DBT દ્વારા રૂ.૧૪,૫૬૦/-ની નાણાંકીય સહાય.
અરજીની પ્રક્રિયા ઓન લાઈન (https://dsagsahay.gujarat.gov.in)
અમલીકરણ કરતી કચેરી રાજ્ય કક્ષાએ ડી-સેગ તથા ૧૪ આદિજાતિ જીલ્લા કક્ષાએ સંબંધિત પ્રાયોજના વહીવટદારશ્રી ની કચેરી
અરજી સમયે રજૂ કરવાના થતાં પુરાવા આધાર કાર્ડ, રેશન કાર્ડ,જાતિનો દાખલો, બી.પી.એલ સ્કોરનો દાખલો, જમીનના આધાર પુરાવા, બેંક પાસબુક
 
News and Events