ઉચ્ચ ગુણવત્તાયુક્ત કૌશલ્ય તાલીમ


ગુજરાત રાજ્યના આદિવાસી વિકાસ વિભાગ દ્વારા પ્રસ્તુત એક સ્વાયંત્ત સંસ્થા-ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ) દ્વારા ગુજરાતના ૧૪ આદિજાતિ વિસ્તારતના જીલ્લાઓમાં રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમનો અમલ કરાઈ રહ્યો છે. મુખ્યમંત્રીશ્રીનો દસ મુદ્દાનો કાર્યક્રમ-વનબંધુ કલ્યાણ યોજના જેનો ઉદ્દેશ ગુજરાતના આદિવાસી તાલુકાઓમાં આવેલા અનુસૂચિત જનજાતિઓના યુવકોની આવક બમણી કરવાનો ઉદ્દેશ ધરાવે છે. જમીન વિહોણા, ગરીબ આદીજાતિના યુવકો માટે સાતત્યપૂર્ણ આજીવિકાની પ્રાપ્તિનો કાર્યક્રમ પણ વનબંધુ કલ્યાણ યોજનાનો જ એક ભાગ છે. ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત (ડિ-સેગ)એ જુદા જુદા ખાનગી, ભાગીદારો, તેમજ સરકારી સંસ્થાઓ સાથે રહીને આવા પરિણામલક્ષી તાલીમ કાર્યક્રમનો અમલ કરવાનું નક્કી કરેલ છે. આ યોજનાનો મુખ્ય હેતુ સંકલિત આદિજાતિ વિકાસ પ્રોજેકટના તાલુકાઓમા અનુસુચિત જનજાતિ પરીવારોની આવક બમણી કરવાનો છે.

યોજનાના અંશો

તાલીમ

 • પાયાની તાલીમ : તેમાં હળવાં કૌશલ્યો, વ્યક્તિત્વ વિકાસ, પ્રત્યાયન (સંદેશા વ્યવહાર)નું કૌશલ્ય, કોમ્પ્યુટરનું પાયાનું શિક્ષણ પુરું પાડવું વગેરે જેવી તાલીમ નો સમાવિષ્ટ છે.
 • ટેકનીકલ તાલીમ : તેમાં પસંદગીના મોડ્યુલ પરની ટેકનીકલ તાલીમનો સમાવેશ થાય છે. જેની ભારે માંગ રહેતી હોય તેવા પ્રકારની અને જરૂરિયાત આધારિત તેમજ મોડ્યુલ પર આધારિત તાલીમ અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને આપવામાં આવે છે.

પ્લેસમેન્ટ

 • કુલ તાલીમ પામેલ ઉમેદવારો પૈકી ઓછામાં ઓછા 67 ટકાને નોકરીમાં પ્રસ્થાપન થવું જ જોઈએ.
 • 'પ્લેસમેન્ટ' એટલે તાલીમ પામેલ યુવકોને સંબંધિત વ્યવસાય/ક્ષેત્રમાં જેમાં તેને તાલીમ આપવામાં આવી છે તે વ્યવસાય કે ક્ષેત્રમાં તેને રોજગારી પ્રાપ્ત થાય અને પ્રથમ મહિનાએ પગાર મળે ત્યારે પ્લેસમેન્ટ પ્રક્રિયા પૂરી થઈ ગણાય.

સહાય/માર્ગદર્શન

 • પ્લેસમેન્ટ મળ્યાના દિવસથી એક વર્ષ સુધી તે ઉમેદવારને સતત સહાય/માર્ગદર્શન મળતા રહેવાં જોઈએ એ આ યોજનાની આદેશાત્મક બાબત છે.
 • સહાય/માર્ગદર્શન (Handholding) એટલે કૌશલ્ય તાલીમ પ્રદાન કરનાર તાલીમકારે તે ઉમેદવાર સાથે આર્થિક નહિ (non-mometory) એવો એક વરસ સુધી સતત સંપર્ક રાખવો જોઈએ.

અહેવાલ લેખન અને સાથેસાથે સુનિયંત્રણ

તાલીમ, પ્લેસમેન્ટ અને સહાય/માર્ગદર્શન તાલીમ વિગતોની ચકાસણી અને સુનિયંત્રણ સતત ચાલુ રાખવામાં આવે છે.

 • પ્રોજેક્ટ્ની સમગ્રપણે વિભાવના આત્મસાત કરાવવી, દેખરેખ રાખવી અને સુનિયંત્રણ કરવું. ડિ-સેગ આ કામગીરી બજાવે છે.
 • ઈ-ટેન્ડરીંગ પદ્ધતિથી પસંદ થયેલ અમલીકરણ સંસ્થા દ્વારા યોજનાનો અમલ થાય છે.
 • જિલ્લા કક્ષાએ દેખરેખ અને સુનિયંત્રણની જાળવણી જિલ્લા કક્ષાએ જિલ્લા પ્રાયોજના વ્યવસ્થાપન એકમ સંભાળે છે.
 • ઓનલાઈન સીપીએમએસ એન્ટ્રીઃ કૌશલ્ય તાલીમના ઉપલબ્ધકારો કોમ્પ્યુટરાઈઝ્ડ પ્રોજેક્ટ મેનેજમેન્ટ સિવાયનાં કૌશલ્ય વિકાસ કાર્યક્રમ સંબંધિત તમામ વિગતો નોંધે છે. આ પ્રોગ્રામ www.tribal.guj.nic.in પર ઉપલબ્ધ છે.

વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત આ એક વિશિષ્ટ પ્રકારનો કાર્યક્રમ છે. આ કાર્યક્રમ સારી રોજગાર માટેની તક અને નોકરી મળ્યા પછીના એક વર્ષ સુધી બિન-આર્થિક સહયોગ પૂરો પાડીને ગુજરાતના આદિજાતિ તાલુકાઓમાં ગરીબ બેરોજગાર આદિવાસી યુવકોના જીવનમાં અમૂલ્ય બદલાવ લાવે છે. ૨૦,૦૦૦ થી વધુ આદિવાસી યુવકોને તાલીમ આપવામાં આવી છે. અને આ તાલીમ લીધેલ યુવકો પૈકી ૬૭ થી ૭૦ ટકાને સફળતાપૂર્વક રોજગારી પ્રાપ્ત થઈ છે. યોજનાની એક શરત એવી પણ છે કે નોંધણી તેમજ રોજગારી/નોકરી આપવામાં ૫૦ ટકા મહિલા ઉમેદવારો સમાવવી જ જોઈએ. માત્ર એવા જ કાર્યક્રમોમાં છૂટછાટ આપવામાં આવે છે જ્યાં ઔદ્યોગિક ધારા ધોરણો અનુસાર મહિલાઓને નોકરીમાં રાખી શકાતી ન હોય.

આ કાર્યક્રમ અંતર્ગત અગત્યની પહેલ

 • સેન્ટ્રલ ઈન્સિટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્ડ એન્જિનીયરીંગ ટેક્નોલોજી (CIPET) અમદાવાદ જેવી પ્રતિષ્ઠિત સંસ્થા તેમજ ઈન્ડો-જર્મન ટુલ અમદાવાદ જેવી સંસ્થા સાથે ભાગીદારી પ્રસ્થાપિત કરીને તેમની મારફતે આદિવાસી યુવકોને પ્લાસ્ટિકની ચીજવસ્તુઓના ઉત્પાદનની તાલીમ અપાય છે. તેમજ સીએનસી મશીન સંચાલનની તાલીમ પણ અપાય છે.
 • આવી નોખી ભાત પાડતા ઉત્કૃષ્ટ તાલીમ કાર્યક્મો જેવી વિશ્વકક્ષાની તાલીમ સુવિધા આપણા આદિવાસી યુવકોને ઘેર બેઠા ઉપલબ્ધ કરાઈ છે.

કાર્યક્રમની ઉપલબ્ધિ

 • તાલીમ મેળવ્યા બાદ આદિવાસી યુવકો અમદાવાદ, સુરત, વડોદરા, વાપી જેવા શહેરી ક્ષેત્રોમાં કામ કરે છે. આ તાલીમ કાર્યક્રમ દ્વારા આદિવાસી યુવકો બિનકુશળતા, અર્ધકુશળ અને અર્ધકુશળમાંથી પૂર્ણકુશળ શ્રમદળનો હિસ્સો બની રહે છે. અને તે પ્રકારે ખાસ્સી ઊંચી આવક મેળવે છે.
 • સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનીયરીંગ એન્ડ ટેક્નોલોજી (CIPET) અમદાવાદ દ્વારા તાલીમ આપેલ અને નોકરીમાં પ્રસ્થાપિત કરાયેલ ૩૧ આદિવાસી યુવકો યુ.એ.ઈ.ની પ્લાસ્ટીક બનાવટ/ઉત્પાદનની કંપનીમાં કામ કરે છે અને સારૂ વળતર મેળવે છે.

વર્ષ ૨૦૧૫-૧૬ માટે રોજગારલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમની વિગતો નીચે પ્રમાણે છે :

સંસ્થાનું નામવ્યવસાય/અભ્યાસક્રમસમયગાળો
સેન્ટ્રલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ પ્લાસ્ટિક એન્જિનીયરીંગ એન્ડ ટેક્નોલોજી (CIPET)બેજીક એન્ડ એડવાન્સ મશીનીંગ ટેકનીક૬ મહિના
પ્લાસ્ટીક પ્રોડક્ટ મેન્યુફેક્ચરીંગ૬ મહિના
ઈન્ડો-જર્મન ટુલરૂપ (IGTR)સર્ટીફીકેટ કોર્ષ ઇન મશીનીસ્ટ (ફાઉન્ડેશન)૧૨ મહિના

યોજનાના હિત ધારકો :

આદિવાસી યવક-યુવતીઓ

અનુસૂચિત જનજાતિના બેરોજગાર યુવક-યુવતીઓ આ તાલીમ કાર્યક્રમ માટે પાત્રતા ધરાવે છે. આ યોજનામાં આર્થિક રીતે પછાત લોકોને, મહિલાઓને તેમજ સારા ગુણ મેળવેલ ઉમેદવારોને અગ્રતા અપાશે.

આદિવાસી વિસ્તાર પેટા યોજના કચેરીઓ

આદિવાસી વિસ્તાર પેટા યોજના કચેરી દરેક અનુસૂચિત જિલ્લાઓમાં નાણા ભંડોળ પૂરુ પાડનાર ગુજરાતની ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી (ડિ-સેગ) ઉપરાંતની સંસ્થા છે. આ તાલીમ હેઠળની તમામે તમામ ઉમેદવારોની ચકાસણી આ કચેરી દ્વારા હાથ ધરાય છે.

ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી ઓફ ગુજરાત-ડિ.સેગ

ડિ.સેગ એ આદિજાતિ વિસ્તાર પેટા યોજના (TASP) કચેરીની સાથે સાથે આ પ્રોજેક્ટ માટે નાણાકીય ઉપલબ્ધ કરનારી અને સુનિયંત્રણ કરનારી સંસ્થા છે. આ ઉપરાંત ડિ-સેગ દ્વારા પ્રોજેક્ટ ના સરળ સંચાલન માટે કાર્ય કરી રહેલ છે. રાજ્ય અને જિલ્લા કક્ષાએ ડિ.સેગમાં વ્યાવસાયિકો પ્રાયોજનાના વિભાવના વિચારાઈ ત્યાર થી શરૂ કરી, તેના ભાગીદારોની અને ચકાસણી, માળખાકીય સુવિધાઓની ગુણકક્ષાની ઓળખ, અભ્યાસક્રમની અને તેને માટેની મોડ્યુલની રચના, ભાગીદાર સંસ્થાએ પ્રોજેક્ટમાં સુચિત અમલ માટે રોકવાના કર્મચારી અને તાલીમ માટેના ઉમેદવારોની ઓળખ, તેમને નોકરીમાં પ્રસ્થાપિત કરવા અને નોકરી મળ્યા પછી એક વરસ સુધી તેમની સહાયમાં રહેવું. નાણાં ભંડોળ ફાળવવું, જુદા-જુદા કાર્યક્રમો અને સંસ્થાઓ સાથે ગાઢ સંપર્ક કરી સંકલન કરવું તથા યોજનાના સુનિયંત્રિત અને મૂલ્યાંકન. આ સમગ્ર પ્રક્રીયા અંગેની તમામ ગતિવિધિઓ સાથે આ વ્યાવસાયિકો નિકટવર્તી રીતે સંકળાયેલા રહે છે.

અમલ કરનાર ભાગીદાર સંસ્થા

જુદી-જુદી પ્રખ્યાત સરકારી અને ખાનગી સંસ્થાઓ ડિ-સેગની સાથે સહભાગી બનીને પ્રોજેક્ટના અમલમાં ભાગીદાર તરીકે સંકળાઈ છે. આ સંસ્થાઓ પસંદ કરવાની સમગ્ર પ્રક્રિયા તદ્દન પારદર્શી છે અને ઈ-ટેનડરીંગ પદ્ધતિ મારફતે પસંદગી કરવામાં આવે છે.

ગુજરાતના સંકલતિ આદિવાસી વિકાસ પ્રાયોજના વિસ્તારના અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓ માટે કૉમન-લૉ-એડમિશિન-ટેસ્ટ (CLAT) માટે કોચીંગ વ્યવસ્થા

કૉમન-લૉ-એડમિશન-ટેસ્ટ એટલે અખિલ ભારતીય કક્ષાએ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ કાયદાના અભ્યાસ માટે પ્રવેશ મેળવવા માટેની પ્રવેશ-પરીક્ષા એટલે LL.B કે LL.M માટે કોલેજમાં દાખલ થવા માટેની પ્રવેશ પરીક્ષા. ગુજરાત નેશનલ લૉ યુનિવર્સિટી (GNLU) જે આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા પુરસ્કૃત યુનિવર્સિટી છે તે અનુસૂચિત જનજાતિના સમગ્ર આદિજાતિ વિસ્તાર પેટા યોજનાના વિદ્યાર્થીઓને આ પ્રમાણે કાયદાનો અભ્યાસ કરવા ઈચ્છનારને તેની પ્રવેશ પરીક્ષા માટે તાલીમ આપે છે.

ગુજકેટ અને જેઇઇ માટે અનુસૂચિત જનજાતિના યુવક-યુવતીઓને કોચીંગ

આદિવાસી વિસ્તારોના અનુસૂચિત જનજાતિના વિદ્યાર્થીઓને તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે ગુજકેટ, તેમજ સંયુક્ત પ્રવેશ પરીક્ષા જેઇઇ માટે તાલીમ આપવામાં આવે છે. ચાલુ વર્ષમાં કુલ ૬૧૨ ઉમેદવારોને જે.ઇ.ઇ. (JEE) અને ૧,૩૭૫ ઉમેદવારોને ગુજકેટની (GUJCET) તાલીમ આપવામાં આવી રહી છે.

સંબંધિત કડીઓ
News and Events